MORBI:મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઘણા બધા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં એક થી લઈને નવ નંબર સુધી પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું , તે સિવાય જેટલા પણ પ્રતિસ્પર્ધક હતા તે બધાને મુસ્કાન સોસાયટી તરફથી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું .

વારંવાર આવી નાની મોટી પ્રવૃત્તિઓ દ્વારા મુસ્કાન સોસાયટી સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે અને હંમેશા લોકોને મદદરૂપ થાય છે.આ પ્રતિયોગીતામાં જેટલા પણ પૈસા ફી રૂપે ઉઘરાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ મુસ્કાન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ છોકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લર નો કોર્સ કરાવવામાં વાપરવામાં આવશે.આવા સારા કાર્ય દ્વારા મુસ્કાન સોસાયટીના સભ્યો સમાજના લોકોને સમાજ માટે કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.








