KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના રામનાથ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ૮ ઇજાગ્રસ્તો પૈકી એકનું મોત

તારીખ ૨૧/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના રામનાથ ખાતે ગત રવિવારે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં મહત્વ પૂર્ણ અહેવાલો સામે આવ્યા છે જેમાં દુર્ઘટનાને લઈ આંશિક અને ગંભીર રીતે દાઝી ગયેલા પૈકી સધન સારવારો માટે વડોદરા ખસેડાયેલા ૮ ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત થયું છે જેમાં લાલભાઈ દામજીભાઈ પરમાર ઉ.વ.૪૫ નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.આગ હોનારતમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ નાનકડા ગામમાં માતમનો માહોલ સર્જાયો છે. કરુણાંતિકાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button