RAMESH SAVANI

Ramesh Savani : અંધભક્તિ બેશરમ કૃત્યો કરાવે છે !

કોઈ પણ અંધભક્તમાં વિવેકનો છાંટો હોતો નથી ! ભક્તિ માણસને વિવેકહીન બનાવે છે અને બેશરમ પણ બનાવે છે !
વડાપ્રધાના ભક્તો રામજીને આંગળીએ દોરીને રામમંદિર તરફ લઈ જતા હોય તેવા ચિત્રો મૂકીને વડાપ્રધાને દિવ્ય દર્શાવવાની ચાપલૂસી કરે છે !
એક અંધભક્તે કહ્યું : “પ્રભુ રામને એટલે બાળક તરીકે દર્શાવ્યા છે કે આ જગ્યા પર તેમનો જન્મ થયો હતો !”
મેં કહ્યું : “રામજીનું બાળ સ્વરુપ દર્શાવવાનો જ હેતુ હોય તો તેડીને કે ખભે બેસાડીને લઈ જતા વડાપ્રધાનનું ચિત્ર મૂકી શક્યા હોત ! ભક્તોના મતે રામજી કરતા વડાપ્રધાનને મોટા અને દિવ્ય દેખાડવાની આ ધૃષ્ટતા છે ! જો વડાપ્રધાન, રામજી કરતાં મોટા અને દિવ્ય હોય તો ચૂંટણીમાં મત મેળવવા તેઓ રામના નામનો ઉપયોગ શામાટે કરે છે?”rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

[wptube id="1252022"]
Back to top button