
વિજાપુર બસડેપો તેમજ ધાર્મીક સ્થાનો ઉપર નિજાનંદ ગૃપ દ્વારા પક્ષીઓ બચાવ અંતર્ગત બર્ડ ફીડર નું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસડેપો તેમજ ધાર્મીક સ્થાનો મંદિર દરગાહ તેમજ દવાખાનાઓ જેવા સ્થળો એ સેવાભાવી સંસ્થા નિજાનંદ ગૃપ ના કૃણાલબેન ઠાકર તેમજ પરેશ ભાઈ રાવલ દ્વારા પક્ષીઓ બચાવ ઝુંબેશ અંતર્ગત બર્ડ ફીડર નું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં શહેરમાં આવેલ બસડેપો તેમજ મંદિરો દરગાહો સહીત ના સ્થાનો ઉપર બર્ડ ફીડર નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતુ આ અંગે ડેપો ના કર્મચારી મૂર્તલીફખાન તેમજ અમરત ભાઈ ચૌધરીએ સંયુક્ત જણાવ્યું હતુંકે વર્તમાન સમયમાં પક્ષીઓ ની જાતિ ઓછી થતી જાય છે જેમાં ચકલીઓ તો જોવા મળતી નથી અને જ્યારે દેખાય છે તો ભાગ્યેજ જોવા મળે છે નિજાનંદ ગૃપ સેવા ભાવી સંસ્થા પ્રકૃતિ ને બચાવવા પક્ષીઓ બચાવ ઝુંબેશ અંતર્ગત જે રીતે પોતાનો સમય ફાળવી આગળ આવે છે તે બાબત ઘણી સરાહનીય છે પ્રકૃતિ બચાવ અને પક્ષીઓ બચાવ ની ઝુંબેશ માં દરેક લોકો ને સહભાગી બનવુ જોઈએ હાલ પક્ષીઓ માં ચકલી ની જાતિ નિષેધ થઈ રહી છે ત્યારે બચેલા અબોલ પક્ષીઓ ને બચાવવું હાલ માં જરૂરી બન્યું છે





