
કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ અવિરત મેઘસવારી કર્યા બાદ મેઘરાજાનું આગમન ન થતા ખેડૂતોએ મગફળીના પાકમાં ચારથી પાંચ પીયત આપતા કુવાઓના તળ ઉંડા જતા કુવાઓમાં પાણી ખુટવા લાગ્યાછે હજુ મગફળીમાં એકાદ પીયત આપવાની જરૂરિયાત હોય જેથી ઘઉ ધાણા ચણા સહીતના શિયાળુ પાક પકવવા મુશ્કેલ હોય જેથી ખેડૂતોની મુશ્કેલીઓ વધીછે સાથે મગફળીમાં રાતળ ગેરૂ કથીરી ઈયળ સફેદ ફુગ સહીતના રોગોનો ઉપદ્રવ વધતા મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તેવી ભીતી સેવાઈ રહી છે જેથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહિછે આગામી શિયાળુ પાકમાં પાણીની તંગી હોવાના કારણે લીલો ઘાંસચારો કે જીરૂ જેવા ઓછા પિયત વાળા પાક જ થઈ શકે તેમ હોય ત્યારે જીરૂના બિયારણના બજાર ભાવ ઉંચા હોય જેથી શિયાળુ પાકમાં જીરૂનુ વાવેતર પણ ખર્ચાળ સાબિત થશે જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયાછે મગફળીના પાકમાં ખાતર બિયારણ જંતુનાશક દવા તથા રાતળ ગેરૂ કથીરી ઈયળ સહીત અન્ય રોગને કાબુમાં લાવવા મુશ્કેલ હોય ત્યારે મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે તેવી પણ ખેડૂતોમાં ભીતી સેવાઈ રહીછે ત્યારે મગફળીના ઓછા ઉત્પાદન સમયે પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ