SABARKANTHA

પ્રાંતિજના દલાનીમુવાડી ગામે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ

પ્રાંતિજના દલાનીમુવાડી ગામે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ

***************

 

 

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના દલાનીમુવાડી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી દ્વારા ગ્રામજનોને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઈનુ મામેરું યોજના, વૃદ્ધ સહાય યોજના, વિધવા સહાય, ખેતીવાડી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તે અંગે ચર્ચા કરી હતી.તેમજ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા અને અન્ય વિકાસના કામો કરવામાં આવ્યા હતા તેમનું નિરીક્ષણ કર્યું હતું.

આ રાત્રિસભામાં પ્રાંત અધિકારીશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button