
તા.૪.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ચૈત્ર શુકલ પક્ષની 13મી તિથિને મહાવીર સ્વામી જન્મ કલ્યાણક તરીકે વિશ્વભરમાં વસેલા જૈન સમુદાયના લોકો ઉત્સવ તરીકે ઉજવણી કરે છે જૈનોના 24માં તીર્થકર મહાવીર સ્વામીના જન્મદિવસ તરીકે ઉજવાતા ઉત્સવને જૈન સમુદાય ધામધૂમથી ઉજવતા હોય છે જેને લઇ આજે હાલોલમાં પણ વસતા જૈનો એ આજના દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી હાલોલના ગોધરા રોડ ઉપર આવેલ અલકાપુરી સોસાયટીમાં નવનિર્માણ પામેલા આદી સૂર્વત મંદિરે મહાવીર જયંતીની ઉજવણી પ્રસંગે જૈન સમુદાય નાં લોકો એકત્રિત થયા હતા ત્યાંથી સવારે પૂજા કરીને બેન્ડ બાજા સાથે જૈન સાધુ મહારાજ,મુનિઓ અને સાધ્વી મહારાજ સાથે ભગવાન મહાવીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય જોડાયો હતો આ યાત્રા વડોદરા રોડ ઉપર આવેલ સંભાવનાથ મંદિરે પહોંચી હતી જ્યાં ચૈત્યવંદન અને પૂજા કરી આદીસુર્વત મંદિરે પરત કરી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય નાં લોકો જોડાયા હતા.










