સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે બહેનો માટે ૨૧ દિવસનો ફૂટબોલ રમતનો “સમર કોચિંગ કેમ્પ” યોજાયો.


સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે બહેનો માટે ૨૧ દિવસનો ફૂટબોલ રમતનો “સમર કોચિંગ કેમ્પ” યોજાયો.
………………………………..
ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાબરકાંઠાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે બહેનોનો તા.૧૧ મે ૨૦૨૩ થી ૩૧ મે ૨૦૨૩ સુધીમાં ૨૧ દિવસનો ફુટબોલ રમતનો “રમર કોચિંગ કેમ્પ” યોજયો. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની ૯૦ જેટલી દિકરીઓએ ભાગ લઈ પોતાની રમત ખીલવી હતી.
રાજ્યકક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધમાં પ્રથમ વિજેતા અને અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને, સેન્ટર ઓફ એકસલન્સ (COE)માંથી પસંદ થયેલ ખેલાડીઓ,માન્ય અસોસિયેશનની નેશનલ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ તેમજ ડી.એલ.એસ.એસના ખેલાડી બહેનો આ સમર કેમ્પમાં ભાગ લીધેલ છે. તેમાં રમતના એક્સપર્ટ કોચ તેમજ અન્ય કોચીસ, ટ્રેનર અને ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભાગ લીધેલ ખેલાડી બહેનો સવાર-સાંજ ફૂટબોલની રમતો રમાડવામાં આવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



