HALOLPANCHMAHAL

હાલોલ લઘુમતી વિસ્તારોમાં બંધ કરાયેલા વિકાસના કામો બાબતે પ્રાદેશિક કમિશનરને વિરોધપક્ષના નેતાએ રજુઆત કરી

તા.૯.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલમાં લઘુમતી વિસ્તારોના પ્રજાજનોની સુખાકારીઓ અને સુવિધાઓ માટે સદભાવના ના વિચારોથી મંજૂર કરવામાં આવેલા લાખ્ખો રૂપિયાના વિકાસ કામોના વર્ક ઓર્ડરો ઈજારદાર એજન્સીને 6 મહિનાઓથી આપવામાં આવ્યા હતા.આ કામો તાત્કાલિક શરૂ કરવા માટે લઘુમતી વિસ્તારના પાલિકા સદસ્યોની સામૂહિક રજૂઆતો બાદ જે તે ઇજારદારો દ્વારા વિકાસના કામોની શરૂઆત કર્યા બાદ હાલોલ પાલિકાના ચીફ ઓફિસરના વિકાસના કામો બંધ કરી દેવાના અંગત ફરમાનો ના મુદ્દો વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા અને અન્ય સદસ્યો દ્વારા વડોદરા સ્થિત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સમક્ષ વિરોધ વ્યક્ત કરતી લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે બદલા ની ભાવનાઓની રાજનીતિઓના ઈશારે ચાલતા ચીફ ઓફિસરના આ વહીવટને લઈને પ્રજાજનો વિકાસ કામોથી વંચિત રહીને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.અને અમારા સમાજના પ્રજાજનો હાલોલ નાગરિક છે અને પાલિકા તંત્રને તમામ પ્રકારના વેરાઓ આપે છે ત્યારે નિર્દોષ પ્રજાજનોને રાજનીતિ સાથે બિલકુલ લેવાદેવાઓ નથી ત્યારે પ્રજાજનોના કલ્યાણના વિકાસના કામો અટકાવવાનો મૌખિક આદેશ આપનારા ચીફ ઓફિસરના પૂર્વગ્રહ જેવા વહીવટ સામે તપાસો હાથ ધરીને વહેલી તકે વિકાસના કામો પૂન: શરૂ કરવામાં આવે એવી રજૂઆત લઘુમતી વિસ્તારના પાલિકા સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનર સમક્ષ કરવામાં આવતા પાલિકા તંત્રનો માહૌલ અંદરખાને ગરમાયો છે.હાલોલ પાલિકાના લઘુમતી વિસ્તારના વોર્ડ નંબર ૩ અને ૫ નાં પ્રજાજનોની સુખાકારીઓને ધ્યાને લઈને લાખ્ખો રૂપિયાના ખર્ચમાં 8 વિકાસના કામો સદભાવના જેવા વહીવટમાં મંજૂર કરાયા અને ટેન્ડર પ્રક્રિયા ના અંતે આ કામોના વર્ક ઓર્ડર ઇજારદાર એજન્સીઓને 6 મહિનાઓ પૂર્વ આપવામાં આવ્યા હતા આ કામો શરૂ કરોની પાલિકા સદસ્યોની સામુહિક રજૂઆતો બાદ શરૂ કરવામાં આવેલ આ કામો ભલે અધૂરા રહે અને પ્રજાજનો ભલે પરેશાન થાય પરંતુ કામો બંધ કરી દો ના ચીફ ઓફિસરના મોખીક આદેશના આ મામલે વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા અને અન્ય સદસ્યોએ વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને તપાસની માંગ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button