વેજલપુર મા દીવાલે લગાવેલી કપડાની એંગલ બાબતે પૂછતા પાડોશીઓ એ ઝગડો કરી ધમકી આપતા સામસામી બે ફરીયાદ

તારીખ ૩૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર ના મોટા મોહલ્લા વિસ્તારમાં રહેતા ખાલીદ ઈબ્રાહીમ પાડવાએ તેઓના મકાનની બાજુમાં આવેલ ઇમરાન અજીત ગડા ના મકાનની દીવાલે કપડા સુકવવાની એંગલ લગાવી હતી ઇમરાન ના મકાનનું કામ ચાલતું હોવાથી દિવાલ પર લગાવેલી એંગલ જોવા ન મળતા તેઓ ઇમરાન ની પત્નીને એંગલ બાબતે પૂછી ને એંગલ જોવા ગયા હતા ત્યારે ઈમરાને ગંદી ગાળો બોલી પકડી પાડી ગડદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મારી પત્નીને એંગલ બાબતે કેમ પૂછ્યું તેમ કહી ઝઘડો તકરાર કરતા વેજલપુર પોલીસ મથકે બુધવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી સામે પક્ષે ગુરૂવારે રાત્રે બેગમ ઇમરાન અજીત ગડા એ નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ખાલીદ ઈબ્રાહિમ પાડવા કપડાં સૂકવવાની એંગલ અને લોખંડની પાઇપ તમે લઈ ગયા છો તેમ કહેતા તેના ભાઈ બિલાલ ને ફોન કરી બોલાવી લીધેલા તેમજ તેની પત્ની ત્રણેય ભેગા મળી ગંદી ગાળો બોલી ફરિયાદી મહિલાના વાળ પકડી ગાલ ઉપર ઝાપટ મારી હોવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતે સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ત્રણેવ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










