GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ભાટિયા સોસાયટી કન્યાશાળા ખાતે પીજીવીસીએલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિનની ઉજવણી કરાઈ

WANKANER:વાંકાનેર ભાટિયા સોસાયટી કન્યાશાળા ખાતે પીજીવીસીએલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિનની ઉજવણી કરાઈ

PGVCL વાંકાનેર કચેરી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિન ની ઉજવણી રૂપે આજરોજ શ્રી ભાટિયા સોસાયટી કન્યાશાળામાં નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાની 76 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ડિવિઝન ઓફિસના જુનિયર એન્જિનિયર શ્રી સરવૈયા સાહેબ, શ્રી દેત્રોજા સાહેબ, શ્રી મોટાણી સાહેબ અન્ય સ્ટાફ વગેરે એ હાજરી આપી વિદ્યાર્થીઓને વીજ સંરક્ષણ અને વીજ સલામતી બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અતુલભાઇ બુદ્ધદેવ દ્વારા PGVCL કચેરીનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button