
તા.૫.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુવારના રોજ બનેલ દુર્ઘટનાને લઇ આ વિશ્રામ કુટિર ધરાશય થવાનું સાચું કારણ શું અને તેની તપાસ અંગે પંચમહાલ જીલ્લા કલેક્ટરના આદેશ થી ગેરી કચેરી ને ટીમ આજે ઘટના સ્થળે પહોંચી ધરાશઈ થયેલ વિશ્રામ કુટીર માં વપરાયેલા પથ્થરો ના સેમ્પલ લઈ તેનું પુથ્થકરણ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.યાત્રાધામ પાવાગઢ માંચી ખાતે ગતરોજ યાત્રીકો માટે વિશ્રામ કરવા માટે બનાવવામાં આવેલ વિશ્રામકુટીર ( મઢુલી ) ધરાશય થતા બનેલી દુર્ઘટના માં એક મહિલાનું મોત નિપજતા જયારે બાળકો સહીત અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થતા વહીવટી તંત્ર હાંફળું દોડતું થયું હતું.ઇજા ગ્રસ્તોને પૂરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.કયા કારણોસર આ કુટીર ધરાશય થઈ તેણી ચોક્કસ તપાસ બાબતે પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાતા તપાસનો ધમધમાટ શરુ થયો છે.હાલ પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી એફ.એસ.એલ અને સ્ટ્ર્કચર એન્જીનયરો ની મદદ મેળવી તપાસ હાથ ધરી છે.ઘટેલી દુર્ઘટના બાદ ધરાશઈ થયેલ વિશ્રામકુટીર ( મઢુલી ) ને કોર્ડન કરી દેવામાં આવી છે. આ સિવાય ની બીજી બધીજ વિશ્રામ કુટિર ને પણ બેરીકેટ મૂકી પ્રવેશ બંધિત કરી દેવામાં આવી છે.જ્યાં સુધી આ કુટીરો 100 ટાકા સુરક્ષિત છે કે નહિ તેની યોગ્ય તપાસ થયા બાદ તે કુટીરો ને ખુલ્લી મુકવામાં આવશે.હાલ માં આ કુટિર નો કોઈ ઉપયોગ ન કરે તે માટે તેને બંધ કરી તેની વોચ રાખવામાં આવી છે. ગત રોજ બનેલ દુર્ઘટના ને લઇ આ વિશ્રામ કુટિર ધરાશય થવાનું સાચું કારણ શું તેની તપાસ અંગે પંચમહાલ જીલ્લા કલેક્ટર ના આદેશ થી ગેરી કચેરી ના અધિકારીઓ તેમની ટીમ આજે ઘટના સ્થળે પહોંચી ધરાશઈ થયેલ વિશ્રામ કુટીર નું પરીક્ષણ કરી તેને કેવી રીતે બનાવામાં આવી હતી તેમાં શું શું વાપરવામાં આવ્યું છે.તેમાં વપરાયેલા પથ્થરો તેમજ કુટીર બનાવવા માટે વપરાયેલ વસ્તુ ના સેમ્પલ લઈ તેનું પુથ્થકરણ કરવા માટે કચેરી ખાતે લઈ જવામાં આવ્યા આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ સહીત સંલગ્ન વિભાગો દ્વારા પણ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.










