
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
અમારો પરિવાર પહેલા કાચા મકાનમાં રહેતો હતો. જેમાં ઘણી મુશ્કેલી પડતી હતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સમારકામ પણ શક્ય બનતું નહોતું. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા અને અમારી થોડી બચત રકમ ઉમેરી અમે પાકું મકાન બનાવ્યું છે. જેનાથી અમારા પરિવારની મુશ્કેલીઓ દૂર થઇ છે તેવું માછીયાવાસણના રહેવાસી જીગીષાબહેન પટેલે જણાવ્યું હતું. હું મારા પરિવાર વતી વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો ર્હદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું.
[wptube id="1252022"]



