હાલોલ-યુવતીના પરિવારજનોએ પ્રેમીના માતા-પિતાનું કર્યુ અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પાડ્યો,જાણો સમગ્ર મામલો

તા.૧૧.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતા યુવકે કાલોલ તાલુકાની મોકળ ગામે રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઇ યુવતીના માતા-પિતા સહિત તેના પરિવારજનો તેની શોધખોળ કરી છતાં મળી ન આવતા યુવકના ઘરે કંજરી ગામે આવી યુવક ના માતા પિતા સાથે ઝઘડો કરી યુવક ના માતા પિતાનું અપહરણ કરી ગયા હોવા અંગેની ફરીયાદ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ જે ફરીયાદના આધારે પોલીસે ગુનાની ગંભીરતા સમજી જીનવટ ભરી તપાસ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ થઈ ગયેલા માતા-પિતા ને છોડાવી ગુનામાં સંડોવાયેલ યુવતીના માતા-પિતા સહિત સાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતા અનિલકુમાર લક્ષ્મણભાઈ પરમાર ને કાલોલ તાલુકાના મોકળ ગામે રહેતી જનવી અજયસિંહ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કરેલ જેથી યુવતીના માતા પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી યુવતી ના માતા પિતા સહિત તેમના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. છતાં ઘણા દિવસ થયા હોવા છતાં તેઓ મળી ન આવતા ગતરોજ તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ કંજરી ગામે યુવકના ઘરે યુવતીના માતા-પિતા સહિત અન્ય ઇસમો આવી યુવકના માતા પિતા સાથે બૂમાબૂમ કરી ઝઘડો કરી યુવકના માતા પિતા લક્ષ્મણભાઈ તથા મીનાબેન ને સ્વીફ્ટ ગાડી તેમજ ઇક્કો ગાડી માં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.જે બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે યુવકના માતા પિતાનું અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો ગંભીર સમજી તાત્કાલિક ધોરણે તેઓની શોધખોળ કરતા ગણતરી ના કલાકોમાં આજે કાલોલ નજીક થી ગુનામાં ભોગ બનેલ લક્ષ્મણભાઈ તથા મીનાબેન ને છોડાવી દીધા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલા અજયસિંહ રતનસિંહ ચૌહાણ, રહે. મોકળ, ધીરજભાઈ ડાયાભાઈ પરમાર રહે. વડોદરા, જૈમીનકુમાર વિજયસિંહ પઢીયાર રહે.વડોદરા, રાહુલકુમાર ગણપતભાઈ પઢીયાર રહે.વડોદરા, પ્રકાશકુમાર સંગ્રામભાઈ પરમાર રહે.વડોદરા, માયાબેન ધીરજભાઈ પરમાર રહે.વડોદરા, કૈલાશબેન અજયભાઈ પરમાર રહે. વડોદરા ના ઓ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










