CHIKHLINAVSARI

હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એ મિત્ર: મિત્રતા વગરનું જીવન અધુરુ છે

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ-ચીખલી

મિત્ર શબ્દ સાંભળતા જ જેનો ચહેરો તમારી નજર સમક્ષ આવી જાય અને આપણા ચહેરા ઉપર સ્મિત આવે એજ સાચા મિત્ર છે મિત્ર માટે એવું કહેવાય છે કે ઈશ્વર જે સંબંધને લોહીથી બનાવવામાં બાકી રાખ્યું હોય એટલે કે લોહીના સબંધ કરતાં પણ જેના પર વધારે વ્હાલ અને વિશ્વાસ હોય એ મિત્ર આજના જમાનામાં સાચા મિત્રો ભાગ્યે જ મળે છે આજકાલ તો લોકો દેખાદેખીથી મિત્ર બને છે જેનું ખિસ્સું ગરમ હોય એની પાછળ ફરનાર લોકોને મિત્ર સમજી લેવા મોટી ભૂલ કરે છે મિત્ર તો લાગણીઓના સબંધથી જોડાય છે એવું નથી કે દરેક ઉમરમાં મિત્રતામાં વધારો કે ઘટાડો ન થવો જોઈએ તડકો-છાંયડો જીવનમાં આવે પણ સાચા મિત્રના મનમાં એની અસર ન થાય એક સાચો મિત્ર અનેક સ્વાર્થી સંબંધીઓની ગરજ સારે છે મિત્રતાનો કોઈ ચોક્કસ દિવસ પણ ના હોય જેના વગર મન લાગે એ દરેક દિવસ મિત્ર દિવસ હોય છે કોઈપણ પ્રકારના કામ કે સ્વાર્થ વગર માત્ર વાતો કરવા માટે હસવા માટે ભેગા થવું પડે એ સાચી મિત્રતા છે મિત્રની આંખ જોઈને સુખ અને દુઃખની ખબર પડી જાય એ સાચીમિત્રતા છે મિત્રના સુખમાં આનંદ થાય અને મિત્રના દુઃખમાં દુ:ખી થઈ જાય એ સાચો મિત્ર છે વ્યક્તિના જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જે કોઈને કહી શકાય નહીં પણ દરેક બાબત જેને નિખાલસતાથી કહી શકાય એ મિત્ર મિત્રતામાં અમીર કે ગરીબ ના હોય મિત્રતામાં ઊંચ કે નીચ પણ ના હોય મિત્રતામાં સ્ત્રી કે પુરુષ પણ ના હોય જેના શરીર અલગ અલગ હોય પણ આત્મા એક જ હોય એ સાચા મિત્ર. મિત્ર આવે છે એની રાહમાં કલાકો સુધી ભૂખ્યા બેસી રહે સાથે જમીએ એ મિત્ર કામ એક મિત્રનું હોય પણ સાથે જઈએ એ ભાવ હોય એ મિત્રતા. મિત્રતા કરવામાં ખૂબ જ વિચારીને મિત્રતા કેળવવી જોઈએ પણ એકવાર મિત્ર બન્યા પછી એના પર શંકા ન થાય એ સાચી મિત્રતા માત્ર દેખાવમાં સાથે હોય અને મનમાં આપણા માટે ઝેર હોય એવા શેરી મિત્રથી સાવધાન રહેવું જોઈએ એટલે તો કહેવાય છે કે એક કપટી મિત્ર કરતાં સૌ દુશ્મન સારા આજકાલ લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે મિત્રતા જ ભૂલી ગયા છે કામ હોય અથવા સ્વાર્થ હોય ત્યારે જ સંબંધ ધરાવે છે આજકાલ સારા અને સાચા મિત્રો કરતાં દેખાવના મિત્રો વધી ગયા છે પણ જેની સાથે મન ભરીને હસી શકાય એવા નથી માત્ર મિત્ર હોય એવું લાગે છે પહેલાં સારા મિત્ર બનતાં શીખો આપણે કોઈના સારા મિત્ર બનીશું તો કોઈ આપ હું સારું મિત્ર બનશે પોતાની જાત કરતાં વધારે વિશ્વાસ રાખતાં શીખો માત્ર દેખાવ કે કામ પૂરતા મિત્રોને સાચા મિત્ર નહિ પણ એક પ્રોફેશનલ સંબંધી કહી શકાય બાકી મિત્ર તો આપણે ગમે એવી  પ રિસ્થિતિમાં હોઈએ તો પણ આપણી સાથે રહે એજ સાચો મિત્ર આપણો શુભચિંતક બની રહે એજ સાચો મિત્ર મિત્રતામાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ યાદ આવે છે મિત્રતામાં પદ,હોદા કે રોફ ન હોય ત્યાં તો મને ભરીને વાતો કરવાની હોય આજે લોકો સાચા મિત્રો નથી રાખતા પણ મિત્રો સાથે હસવા બોલવાથી મન હળવું થાય છે અને જેના કારણે મન અને શરીરને ફાયદો થાય છે. આખી જિંદગી રોબર્ટ જેવી જીવવી નકામી છે
દરેક જગ્યાએ પ્રોટોકોલ રાખીને ફોર્માલિટી કરવાથી લાંબા ગાળે જિંદગી બોઝ બનવા લાગે છે જિંદગીમાં બધું જ જરૂરી છે એમાં સાચી મિત્રતા સૌથી વધારે જરૂરી છે
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય.

[wptube id="1252022"]
Back to top button