કાલોલના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એકી સાથે અંદાજીત ૬૪ હાજીઓ મકકા-મદીના ની પવિત્ર હજયાત્રા કરવા રવાનાં.

તારીખ ૩૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ઇસ્લામ ધર્મમાં હજ એ પાંચ ફરજ પૈકીની એક ફરજ છે અને મુસ્લીમ ધર્મમાં હજ નો અનેરો મહત્વ હોય છે જે દરેક પાક મુસ્લિમોને જીંદગીમાં એક વખત હજયાત્રા કરી હાજી બનવાનું સપનું હોય છે અને હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ કહેવાય છે જે આ અવસરે શહેરમાંથી અંદાજીત ૬૪ જેટલા મહિલા-પુરુષ હજયાત્રીઓ એકી સાથે હજ માટે જવા રવાના થયા તે અવસરે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ દ્વારા ગુલપોશી કાર્યક્રમનુ આયોજન કરી તમામ હાજીઓ નું સન્માન કરવામાં આવ્યુ હતો જેમાં મહિલા અને પુરુષ હજયાત્રીઓ પોતપોતાના મકાન ઉપર થી હજ માટે મક્કા-મદીના ની યાત્રા દરમિયાન કાલોલ શહેરના રાજમાર્ગો પરથી ધાર્મિક વાતાવરણ વચ્ચે હજયાત્રીઓ નું જુલુસ યોજી તિરંગા સર્કલ ખાતેથી પવિત્ર મક્કા શરીફમાં હજ અદાયગી કરવા રવાના થયા જેમાં નગર સહિત આજુબાજુ ગામના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ અને મિત્રવર્ગ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી અને વાહનો લઇ મુંબઈ એરપોર્ટ ખાતે રવાના થયા હતા જ્યાં પ્લેન મારફતે હજયાત્રીઓ મકકા ખાતે પહોંચી હજ અદા કરશે અને પવિત્ર મદીના શરીફની જીયારત કરશે અત્રે ઉલ્લેખનીય છેકે પવિત્ર ઈસ્લામિક ધાર્મિક યાત્રામાં નગરનાં અંદાજીત ૬૪ હજયાત્રાએ જનાર હાજીઓ આટલી મોટી સંખ્યામાં કાલોલ નગરમાંથી હજ માટે જનાર મુસ્લિમ યાત્રીકો આ હજના અવસરે રવાના થયા તે કાલોલના ઇતિહાસમાં સૌથી પ્રથમ બનાવ જોવા મળ્યો હતો જેમાં હર્ષ અને ખુશીની લાગણી સાથે તાજના સાક્ષી બની વિશાળ સખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ભાવભીની વિદાય આપી હતી.










