
તા.૧૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડા સુધીના વંચિત નાગરિકો સુધી પહોંચાડવા સહ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સમગ્ર દેશભરમાં પરિભ્રમણ કરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર નગરપાલિકા વિસ્તારમાં જે વોર્ડમાં યાત્રા યોજાવાની હોય ત્યાં આગલા દિવસે વોર્ડમાં પ્રચાર અને લોકભાગીદારી માટે સ્થાનિકોને વહીવટીતંત્ર દ્વારા માહિતગાર કરી યોજનાઓનાં લાભો લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

જેતપુર શહેર વોર્ડ નં.૦૯ રણુજા સોસાયટી પ્રાથમિક શાળા ખાતે, વોર્ડ નં.૧૦ ભુતૈયા સ્કુલ, બાવાવાળાપરા ખાતે, વોર્ડ નં.૧૧ ભોજાધાર પ્રાથમિક શાળા ખાતે સ્થાનિક લોકોને વિવિધ સરકારી યોજના અને મળવાપાત્ર લાભ અંગે માહિતગાર કરાયા હતા. જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા આ યાત્રાનો ઉદ્દેશ્ય સમજાવી જરૂરિયાતમંદ લાભાર્થીઓને માહિતગાર કરી યોજનાઓનો લાભ અપાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામેગામ, શહેરે શહેર થતાં કાર્યક્રમોમાં સ્થળ પર જ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, પ્રધાનમંત્રીશ્રી ઉજ્જવલા યોજના, પ્રધામંત્રીશ્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, મતદાર યાદી જાગૃતિ કાર્યક્રમ ખાસ ઝુંબેશ, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના વગેરે અનેક યોજનાઓને આવરી લઈ વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા યોજનાકીય લાભ તેમજ માર્ગદર્શન મેળવી સ્થળ પર જ અરજી કરી શકાય તેવું સુચારૂ આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.








