NANDODNARMADA

Aektanagar : નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ધરણા પ્રદર્શનમાં જતા આદિવાસી એકતા પરિષદના કાર્યકરોની અટકાયત

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ધરણા પ્રદર્શનમાં જતા આદિવાસી એકતા પરિષદના કાર્યકરોની અટકાયત

રાજપીપળા ના વડીયા જકાતનાકા પાસે પોલીસનો કાફલો ખડકી દેવાયો- વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરાયું

સેલંબા મા તોફાનીઓ વગર પરવાનગી એ રેલીઓ કાઢે છે જ્યારે આદિવાસીઓને ગાંધી જયંતિ ના દિવસે જ હરતા ફરતા અટકાવવામાં આવે છે – ડો. શાંતિકર વસાવા આદિજાતિ એકતા પરિષદ

રાજપીપલા : જુનેદ ખત્રી

  નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આજરોજ ગાંધી જયંતીના રોજ આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું ત્યારે આ ધરણાના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ન થાય એ માટે નર્મદા જિલ્લા પોલીસનો ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આદિવાસીઓને ધરણા પ્રદર્શનમાં એકતા નગર ખાતે જતા અટકાવાયા હતા, જે મામલે રાજપીપળા ના સામાજિક કાર્યકર અને ગાયનેક તબીબ ડોક્ટર શાંતિકર વસાવા એ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

સરદાર સરોવર નર્મદા ડેમ અને વિયર ડેમ ના અસરગ્રસ્ત સરકાર સામે ઘણા લાંબા સમયથી  પોતાની માગણીઓ માટે લડત ચલાવી રહ્યા છે ત્યારે આજરોજ આદિવાસી આગેવાન અમરસિંહ ઝેડ. ચૌધરીની આગેવાનીમાં એકતા નગર કેવડિયા કોલોની ખાતે ગાંધી જયંતી ના ભાગરૂપે વિરોધ પ્રદર્શન અને ધારણા નું કાર્યક્રમ યોજી પોતાની માંગણીઓ માટે નું કાર્યક્ર્મ આદિવાસીઓ દ્વારા રાખવામાં આવ્યો હતો ત્યારે આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં જવા મોટી સંખ્યામાં આદિવાસીઓ  નર્મદા, ભરૂચ, તાપી,સહિત નવસારી જિલ્લા માથી નીકળ્યા હતા પરંતુ નર્મદા જિલ્લા પોલીસે રાજપીપળા વડીયા જકાતનાકા પાસે પોલીસ નો ખડકલો ખડકી  આદિવાસીઓને એકતા નગર ખાતે જતા અટકાવ્યા હતા.

આ બાબતે રાજપીપળા ના ગાયનેક અને સામાજિક કાર્યકર તેમજ આદિવાસી એકતા પરિષદના આગેવાન ડોક્ટર શાંતિકાર વસાવાને પણ તેમની સાથેના ઇસમો સાથે એકતા નગર તરફ જતા અટકાવતા તેઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધી જયંતીના ભાગરૂપે કેવડિયા કોલોની એકતા નગર ખાતે ધણા નું કાર્યક્રમ અમરસિંહ ઝેડ ચૌધરીની આગેવાની માં રાખવામાં આવ્યું છે એ કાર્યક્રમમાં અમે જઈ રહ્યા છે ત્યારે અમારા હરવા ફરવાના અને સ્વતંત્રતાના અધિકારો ઉપર પણ તરાપ મારી અમોને ત્યાં જતા અટકાવવામાં આવી રહ્યા છે તેઓએ સેલંબાનો ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સેલંબામાં વગર પરવાનગી એ બજરંગ દળની રેલીઓ નીકળે છે અને તોફાનો ફાટી જાય છે તેમના ઉપર કોઈ જાતનું અંકુશ નથી ત્યારે આદિવાસીઓને તેઓના પોતાના જ વિસ્તારોમાં હરવા ફરવા માટે અટકાવવામાં આવી રહ્યા છે. દેશ આઝાદ છે કે ગુલામી હેઠળ જીવે છે?? લોકો શાંતિથી ધરણા પ્રદર્શન કરતા હોય તો તેઓને કેમ અટકાવવામાં આવે છે?? નાં પ્રશ્નો ડૉ શંતિકરે ઉઠવ્યા હતા. આદિવાસી દેશના મૂળ નિવાસી છે કે જેઓ શાંતિથી વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને તેમને જ અટકાવવામાં આવે છે આમ ખોટી રીતે અટકાવવામાં આવતા હોય આવનારા દિવસોમાં આદિવાસી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આ મામલે સરકાર સામે વિરોધ દર્શાવશે નો પણ આદિવાસી એકતા પરિષદના આગેવાન ડોક્ટર શાંતિકર વસાવાએ જણાવ્યું હતું

કેવડિયા ખાતે ના ધારણા પ્રદર્શનમાં જતા તાપી જિલ્લાના ઉર્મિલાબેન ગામીતને પણ અટકાવવામાં આવતા તેઓએ પણ રોષ પ્રગટ કરી ગાંધી જયંતીના પવિત્ર દિવસે જ ગાંધીજીના ચીધેલા માર્ગે ચાલવા ઉપર અને ધરણા પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવા અંગે પોલીસ તંત્ર અને સરકાર સામે વિરોધ કરી તેઓને  અટકાવ્યા તે માટે તેઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.

નર્મદા જિલ્લા પોલીસે ધરણા પ્રદર્શનમાં જતા લોકોની અટકાયત કરી તેઓને ડિટેઇન કર્યા હતા અને રાજપીપળા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તેમને લાવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button