HALOLPANCHMAHAL

હાલોલ:હડબિયા ગામના યુવાન ની લાશ કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી મળી આવતા ચકચાર.

તા.૧૫.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે પોલીસે કેનાલના પાણીમાંથી લાશને બહાર કાઢી લાશની ઓળખ છતી કરતા આ યુવાન હાલોલ તાલુકાના હડબિયા ગામના ગૌરાંગ ભરતભાઈ પરમાર હોવાનું બહાર આવતા તેમના વાલી વારસાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આજે હાલોલ તાલુકાના કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી એક યુવાન ની લાશ તરતી દેખાતા કેનાલ ઉપર લોકટોળા ઉમટયા હતા.આ અંગેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કેનાલના પાણીમાં તરતી લાશ ને બહાર કાઢી તેની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધરતા હાલોલ તાલુકાના હાડબિયા ગામના ગૌરાંગ ભરતભાઈ પરમાર ઉ.વ.19 નાઓ તા.13મી એપ્રિલ ના રોજ ઘરેથી કોઈ ને કહ્યા વગર જતા રહ્યા હતા. ગૌરાંગ પરમારના પરીવાર જનો તેની શોધખોળ કરતા હતા.પરંતુ તેની ભાર મળી ન હતી.દરમ્યાન આજે કુંપાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી એક યુવાનની લાશ મળી આવ્યાની જાન થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.લાશ ને જોતા બીજું કોઈ નહિ પરંતુ ગૌરાંગ ભરતભાઈ પરમાર હોવાનું બહાર આવતા તેના પરીવારજનો ભારે શોકમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેના પરીવારને સોંપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button