અમારી ખાણ ખનીજ ની બાતમી કેમ આપે છે તેમ કહી ચાર ઈસમો દ્વારા મારામારી કરતા ફરીયાદ

તારીખ ૨૨ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ની ફરિયાદ મુજબ રાણભાઈ મુન્નાભાઇ ભરવાડ અને તેમના કાકા નો છોકરો દોલાભાઈ કાળુભાઈ ભરવાડ કામ અર્થે ઘરેથી બોલેરો પીકપ વાન ગાડી લઈ ગોધરા જવા નીકળેલ તે વખતે રસ્તામાં નેશનલ હાઈવે મે મઘી નાળા નજીક આવતા આરોપી (૧) જેઠાભાઈ ભગવાનભાઈ ભરવાડ(૨) બકાભાઇ ઉર્ફે અર્જુન ભગવાનભાઈ ભરવાડ (૩) રેવાભાઇ ખોડાભાઈ ભરવાડ (૪) કરસનભાઈ ઉર્ફે કાળીયો ગગજીભા ભરવાડ તમામ રે મમધી ફળીયુ મહેલોલ દ્વારા રસ્તો રોકી બોલેરો ગાડી ઉભી રખાવી એવું કહેવામાં આવ્યું કે તમે લોકો અમારી ખાણ ખનીજ ખાતામાં ફરિયાદ આપો છો બાતમી આપો છો તેમ કહેતા દોલાભાઈ ભરવાડે કહ્યું કે અમે તમારી કોઈ બાતમી આપતા નથી છતાં પણ ઉશ્કેરાય જેઠાભાઇ ભગવાનભાઈ ભરવાડે દોલાભાઈ ના માથામાં અને કપાળના ભાગે કુહાડીની મુદલ નાં કપાળે મોઢે ,ખભા પર,જમણા હાથે ઘા ઝીકી દીધા હતા અને શરીર પર ઇજા પહોંચાડી હતી ઈજા થી ઘણું લોહી પણ વહી ગયું બાકીના ત્રણ ઈસમો એ દોલાભાઈ સાથે ઝપાઝપી કરી ગડદા પાટું નો માર મારેલ છે દોલાભાઈ પહેરેલા શર્ટ ની અંદર એન્ડ્રોઇડ મોબાઈલ નીચે પડી ગયો હતો અને મારામારીમાં નુકસાન થયેલ છે જે બાબતની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશન નોંધાતા પોલીસે ૩૨૩,૪૨૭,૫૦૪ અને ૧૧૪ અને જાહેરનામા ભંગ નો ગુનો નોંધી ચારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.










