GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના નેકનામ રોડ ઉપર કારખાનામાં લોખંડની સીડી બનાવતી વખતે નિચી પડી જતાં યુવકનુ મોત

ટંકારાના નેકનામ રોડ ઉપર કારખાનામાં લોખંડની સીડી બનાવતી વખતે નિચી પડી જતાં યુવકનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ પર આવેલ કારખાનામાં શેડ ઉપર આવેલ પતરા પર લોખંડની સીડી બનાવતી વખતે અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અજીતકુમાર સ્વામીનાથન ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે. હાલ મિતાણા નેકનામ રોડ પર આવેલ એન્ટીટી માઇનરોક એલ.એલ.પી ના કારખાનાની ઓરડીમા તા.ટંકારા જી.મોરબી મૂળ રહે.મિલકાનવા તા.ફેફના જી.બલીયા ઉત્તરપ્રદેશવાળો એન્ટીટી માઇનરોક એલ.એલ.પી ના કારખાનામાં શેડ ઉપર આવેલ પતરા પર લોખંડની સીડી બનાવવાનું કામ કરતા અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાને પહોંચતાં યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button