
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૩
ઇન્ડિયન મેડિકલ એશોશિએશન હાલોલ દ્વારા આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ની ઉજવણી રક્તદાન કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,કંજરી યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર તેમજ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી ડૉક્ટર દ્વારા યોજાયેલ કાર્યક્રમને પ્રોત્સાહિત કાર્ય હતા.ભારત માં દર વર્ષે 1લી જુલાઈ ના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.જેને લઇ ઇન્ડિયન મેડિકલ અશોશોએશન હાલોલ દ્વારા શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલીત પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક ના સહયોગ થી આજે બ્લડ બેંક ખાતે ડૉક્ટરો તેમના સ્ટાફ સાથે એકત્રિત થઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રક્તદાન એ મહાદાન ના એમ સાથે તમામ ડોક્ટર્સ એ રક્તદાન કરી 51 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. હાલોલ ખાતે દર્દીઓને રક્ત ની જરૂર ઉભી થાય ત્યારે ઘણી તલકીફ પડતી હતી પરંતુ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા પોલીકેબ કંપની ના અનુદાન થી અને ઇન્દુ બ્લડ બેન્ક ના સહાયોગ થી બ્લડ બેન્ક ની શરૂવાત કરવામાં આવી છે.જેને લઈ આજે ઇન્ડિયન મેડિકલ એશોશિએશન હાલોલ દ્વારા આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ની ઉજવણી 51 રક્ત બોટલ નું દાન કરી કરવામાં આવી હતી.










