
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૩.૧૨.૨૦૨૩
હાલોલ નગરમાં કેરલા સમાજ દ્વારા ભગવાન શ્રી ઐય્યપ્પા ઉત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ ગોધરા રોડ પર આવેલ ઐય્યપ્પા ભગવાન મંદિરે ધાર્મિક પૂજા અર્ચના બાદ વર્ષોની પરંપરા મુજબ શોભાયાત્રા યોજાઈ હતી.શોભાયાત્રામાં કેરલા સમાજની યુવતીઓ મહિલાઓ હાથમાં દીવા લઇ કતાર બંધ થતા શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રામાં કેરલા થી આવેલ વિશેષ ભજન મંડળી એ સુરતાલ રેલાવતા લોકો મંત્રમુગ્ધ થયા હતા. કેરલા ખાતે આવેલા શબરીમાલામાં આવેલ ઐય્યપ્પા ભગવાનનું મુખ્ય મંદિર આવેલ છે.જેને લઇ દર વર્ષે હાલોલ ખાતે પણ આ ઉજવણી કરવામાં આવે છે.જ્યારે હાલોલ ખાતે નીકળેલ શોભાયાત્રામાં હાલોલ બજાર ખાતે આવેલ મુખ્ય મસ્જિદ ખાતે વિશેષ ધૂન વગાડી આદર કરાઇ છે.જ્યારે હાલોલ ખાતે ઉજવાયેલ ઐય્યપ્પા ઉત્સવને સફળ બનાવવા કેરલા સમાજના સુધીરભાઈ નાયર,રાજુભાઈ નાયર,નારાયણભાઈ નાયર સહિત મોટી સંખ્યામાં મંદિર કમિટી દ્વારા આ આયોજન કરાયું હતું.આ ઉત્સવની ઉજવણી પરંપરા છેલ્લા 30 વર્ષોથી કરવામાં આવે છે.જ્યારે આ શોભાયાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિંહજી પરમાર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.










