
તા.29.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ 
ભગવા ગ્રુપ દ્વારા યોજાયેલ વીર સાવરકર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં સમ્રાટ ઈલેવનનો ભવ્ય વિજય
ભગવા ગ્રુપ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક પ્રોગ્રામે સહુ કોઈનું દિલ જીતી લીધું
તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અનિતાબેન મછાર અને અન્ય આમંત્રીત મહેમાનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
આસરે દોઢ મહિનાથી ભગવા ગ્રુપ દ્વારા નગરના લાલ મેદાન ખાતે અંડર 14 , મહિલા ટુર્નામેન્ટ તેમજ પુરુષો માટેની ટુર્નામેન્ટ નગર માટે સતત આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. આજ રોજ 28-01-2023 નાં રોજ રાત્રે 9 કલાકથી લાલ મેદાન ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામથી પ્રોગ્રામની સરુંવાત કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહુ પ્રથમ એક બાળકી દ્વારા રાણી લક્ષ્મીબાઈનુ દેશપ્રેમથી છલકાતું નાટક યોજાયું હતું. રાણી લક્ષ્મીબાઈના પાત્ર દ્વારા સહુ લોકોને શીખ મળી કે કર્તવ્ય પથ પર સહુ પ્રથમ રાષ્ટ્ર ત્યારબાદ બીજા કર્તવ્ય. આબેહૂબ રાણી લક્ષ્મીબાઈનાં પાત્ર એ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ દેશભક્તિ ગીતો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
શક્તિ ગ્રુપ દ્વારા લવ જિહાદ પર સુંદર નાટક આજની વાસ્તવિકતા પર રજૂ કરવામાં આવ્યું હતું.આ નાટક પ્રિયંકા અને આફતાબ પર રજૂ કરવામાં આવ્યું હતું. આજના બદલાતા સમયમાં કેવીરીતે લવ જિહાદ યોજાય છે અને કેવી રીતે યુવતીઓ તેનો ભોગ બને છે તેના પર સુંદર નાટક શક્તિ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમે સહુ કોઈનાં દિલ જીતી લીધા હતા. આજના બદલાતા યુગમાં કેવી રીતે હિન્દુ યુવતીઓને શિકાર બનાવે છે તેનું ચિત્રણ રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સહુ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે નાટકને વધાવી લીધું હતું.
ત્યાર બાદ સમ્રાટ ઈલેવન અને આર્યન ઈલેવન વચ્ચે લાલ મેદાન પર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અનિતાબેન મછાર દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો હતો તેમાં આર્યન ઈલેવન દ્વારા ટોસ જીતી બેટિંગ લેવામાં આવી હતી. રાષ્ટ્રગાન કરી જય શ્રી રામનાં નારા સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી. લાલ મેદાનના ગ્રાઉંડ પર મેચ જોવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ક્રિકેટ પ્રેમીયો આવ્યા હતા.
આર્યન ઈલેવન 2022 માં યોજાયેલ ટુર્નામેન્ટની વિજેતા ટીમ હતી પરંતુ આજ રોજ તેઓ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ તમામ ક્ષેત્રે નિષ્ફળ જતાં સમ્રાટ ઈલેવનનો વિજય થયો હતો. સમ્રાટ ઈલેવનની ટીમ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં દરેક રીતે ચઢિયાતી હતી. સમ્રાટ ઈલેવનના વિજયને સહુ પ્રેક્ષકો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. સમ્રાટ ઈલેવનના વિજયને ઉપસ્થિત પ્રેક્ષકોએ ફટાકડાની આતસબાજી સાથે વધાવી લીધો હતો.
ભગવા ગ્રુપના આયોજક દ્વારા અંડર 14 તેમજ મહિલા ક્રિકેટ ટીમ અને આજની રમાયેલ ટીમને ઈનામો આપવામાં આવ્યા હતા. આ બધા ઈનામો તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અનિતાબેન મછાર અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા








