KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બેઢિયા ખાતે શ્રી રામ હેલ્પ દ્વારા નિરાધાર બાળકને નવુ ઘર બનાવી આપ્યુ

તારીખ ૧૯/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જરૂરિયાતમંદો ને મદદ કરતા નીતિનભાઈ ઉફેઁ ખજુરભાઈ થી સૌ કોઈ પરિચિત હશે કાલોલ તાલુકાના રામનાથ ગામના મનહર ડી પટેલ અને રિંકેશ પટેલે આજ પ્રમાણે ગરીબોની મદદ કરવા પોતાના દ્વારા અને પોતાના મિત્ર મંડળ અને યુ ટ્યુબ ના ફોલોવર્શ પાસે થી દાન ની રકમ મેળવી સેવાકીય પ્રવૃતિઓ માટે શ્રી રામ હેલ્પ નામનું ગ્રુપ બનાવેલ છે જે રખડતા ભટકતા અને વર્ષોથી ફરતા લઘરવઘર લોકોને નવડાવી સાફ કરી વાળ કપાવી જમવાનું આપી નવા કપડા પહેરાવવા નુ તેમજ રોડ ઉપર સુઈ રહેતા લોકોને ઓઢવા માટે ગરમ શાલ અને પાથરવા માટે પથારી આપે છે જરૂરિયાતમંદો ને રાશન પુરું પાડે છે તેવાજ કાલોલ તાલુકાના બેઢિયા ગામે રહેતા ૯ વર્ષીય બાળક જયપાલ જે પોતાના તૂટેલા ઘરમા રહેતો હતો ઘણી વખત વરસાદના સમયે નાનકડા જયપાલ ને આસપાસનાં લોકોના મકાન મા સૂવાનો વારો આવતો હતો તેવા બાળકને તેનુ જુના ઘર ની જગ્યાએ નવીન મકાન બનાવવાની કામગીરી શ્રી રામ હેલ્પ દ્વારા કરવામાં આવી અને રવિવારે નાનકડો સમારોહ રાખી નવા મકાનમાં જયપાલ નો ગૃહ પ્રવેશ કરાવ્યો તે સમયે બાળકના ચહેરા ઉપર આનંદની અનુભૂતિ વ્યાપી ગઈ હતી નવા મકાન નુ નામ “રામ કુટીર”રાખવામા આવેલ છે ગ્રુપ દ્વારા જયપાલ ને અનાજ પણ ભરી આપવામા આવેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button