હાલોલ:રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે કલરવ શાળામાં હીરો મોટર્સ કોર્પોરેશન દ્વારા ટીચ ઇન્ડિયા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના સહયોગથી સેમીનારની સાથે પોસ્ટર એન્ડ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૨.૨૦૨૪
તારીખ 28 /2 /2024 ને બુધવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉજવણી ના ભાગરૂપે હીરો મોટો કોર્પ દ્વારા ટિચ ઇન્ડિયા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સહયોગથી ધોરણ 6 થી 9 અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણની જાગૃતિ સેમીનાર અને તેની સાથે “પોસ્ટર એન્ડ સ્લોગન” ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેનો મુખ્ય વિષય હતો “પર્યાવરણ બચાવો”. જેમાં 6 થી 9 ના 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો .આ કોર્પોરેટ હાઉસ નો પર્યાવરણની જાગૃતિમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ આવે તેમજ પર્યાવરણની જાળવણી માટે ધ્યાન આપી તે હેતુથી પોસ્ટર એન્ડ સ્લોગન ની સ્પર્ધા યોજવામાં આવી હતી જેના મુખ્ય અતિથિ વિશેષ તરીકે હીરો મોટો કોર્પ દિલ્હીનાં પ્રતિનિધિ રાકેશભાઈ પટેલ, ટીચ ઇન્ડિયા ના પ્રતિનિધિ મેરી મુખર્જી, ટીચ ઇન્ડિયાના પૂર્વીબેન પરીખ અને એન .જી.ઓ ના પાર્ટનર પ્રશેનજીત યાદવ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાન પૂર્વીબેન પરીખ એ પર્યાવરણની જાગૃતિ સંચાલન કરી અને સેમિનારના અંતે વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવ્યા હતા.મારી આસપાસના પર્યાવરણની જાળવણી કરીશ તેમજ તેની રક્ષા પણ કરીશ. ત્યારબાદ શાળાના આચાર્ય કલ્પનાબેન જોષીપુરા એ સ્વરચિત ગીત “एक एक पेड़ हम सभी लगाएं.”નાં પઠન દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી કરવા માટે સમજણ આપવામાં આવી હતી.ત્યારબાદ મહેમાન ઓના હસ્તે S.O.F મેથ્સ ઓલમ્પિયાડ માં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર અને સ્લોગન ના વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.










