
તા.૧૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“વર્લ્ડ હેરિટેજ ડે’’ની ઉજવણી રાજકોટના ગાંધી મ્યુઝીયમ ખાતે કરાઇ
‘‘વર્લ્ડ હેરિટેજ ડે’’ એટલે ભવ્ય વારસાનું સંરક્ષણ કરવા જાગૃતિ ફેલાવવા માટેનો ખાસ દિવસ. જેને અનુલક્ષીને રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે INTACH દ્વારા ‘‘હેરિટેજ હન્ટ-૨૦૨૩’’ નો વિશેષ કાર્યક્રમ ૧૬ એપ્રિલના રોજ યોજાયો હતો. જેમાં ૧૦ થી ૧૭ વર્ષની વયમર્યાદાના ૭ સ્કૂલના બાળકો સહભાગી થયા હતા, બાળકોએ ઉત્સાહભેર આ હન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ગાંધીજીના જીવન ચરિત્ર વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરાવાઇ હતી. છાત્રોને ડોક્યુમેન્ટરીના નિદર્શન સાથે ચર્ચા કાર્યક્રમ પણ રખાયો હતો. તમામ બાળકો ને હેરિટેજ હન્ટની સાથે જ્ઞાન અને સાચા અર્થમાં વારસાનું જતન કરવાની પ્રેરણા મળે તે માટે આ ઉજવણી થઇ હતી.


આ કાર્યક્રમમાં ઇન્ટેકના વોલન્ટીયર અને સમગ્ર ટિમ સાથે મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. વિજેતા બનેલ બાળકોએ જણાવ્યું હતું ‘‘હેરિટેજ હન્ટ’’માં ભાગ લેવાથી તેઓને ‘‘ફાધર ઓફ નેશન- ગાંધીજી’’ વિષે ખૂબ નજીકથી જાણવાનો અવસર પ્રાપ્ત થયો છે. હેરિટેજ એ આપણા માટે એક ભેટ છે, જેની ઉજવણી અને સંરક્ષણ કરવું તે મારી ફરજ છે હું બખૂબી રીતે તે કરીશ.









