KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ભાજપ કાર્યાલય ખાતે રાજપાલસિંહ આવી પહોંચતા કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું

તારીખ ૦૭/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર અને તાલુકામા લોકસભાની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થયેલ પંચમહાલ લોકસભામા સમાવિષ્ટ ૧૨૭ કાલોલ વિધાનસભામા અંદાજીત ૬૯.૪૪% જેટલુ મતદાન નોંધાયું છે. સાંજના સુમારે કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ ભાજપ ના ચુંટણી કાર્યાલય ખાતે ઉમેદવાર રાજપાલસિહ જાદવ આવી પહોચ્યા હતા જ્યા કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયુ કાર્યકરો એ ફટાકડા ફોડી આતસબાજી કરી વિજય નો વિશ્ર્વાસ વ્યક્ત કરી મીઠાઈ ખવડાવી ઊજવણી કરી હતી. ભાજપ ઉમેદવાર રાજપાલસિહ જાદવે ૧૮ લોકસભા બેઠક ના તમામ મતદારો નો આભાર વ્યક્ત કરી સમગ્ર પંચમહાલ લોકસભા બેઠક મા સૌથી વધુ મતદાન કરવા બદલ કાલોલ ને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]









