GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા માં 25 જેટલી દૂધ મંડળી ઓ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો

અયોધ્યા રામ મંદિર બાદ સમગ્ર દેશ રામમય બની રહ્યું છે ત્યારે સાબરકાંઠા કોંગ્રેસમાં પણ તેના ભારે પ્રત્યાઘાત સર્જાય છે જે અંતર્ગત હિંમતનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર તેમજ સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ સહિત 25 ગામની મંડળીઓએ આજે કોંગ્રેસ સાથે છેડો પાડી ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે…

રામ મંદિર બાદ ભારતભરમાં કોંગ્રેસ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે અંતર્ગત આજે તેના પ્રત્યાઘાત સ્વરૂપે સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત વર્તમાન સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલે આજે કેસરિયો ધારણ કરવા સમર્થકો તેમજ ટેકેદારો સાથે કમલમ જવા રવાના થયા છે સૌથી મહત્વની બાબત એ છે કે એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મામલે કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ નીતિ ન અપનાવતા હવે કોંગ્રેસના આગેવાનો સહિત ટીકીદારોમાં પણ ભારે નારાજગી સર્જાય છે તેમજ સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ દિન પ્રતિદિન કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ની ચૂંટણી જાહેર થાય તે પૂર્વેદ વ્યાપક પ્રત્યાઘાત સર્જાયા છે તેમજ ભાજપની વિકાસલક્ષી રાજનીતિને પગલે આજે વિપુલ પટેલ સમર્થકો તેમજ ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button