JUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢ સ્વછતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ મનપાના ૪૫ કર્મચારીઓ દ્વારા ૮ ટન કચરાનો નિકાલ કરાયો

જૂનાગઢ સ્વછતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ મનપાના ૪૫ કર્મચારીઓ દ્વારા ૮ ટન કચરાનો નિકાલ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સ્વછતા હી સેવાના ભાગરૂપે આજરોજ તારીખ : ૨૨ નવેમ્બરના રોજ જુનાગઢ મહાનગર પાલિકા વોર્ડનં ૧૪ માં આવેલ ઈલ્વનગર રોડ પર સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવેલ.
જેમાં સી.એન.ડી વેસ્ટ અને કચરો ૪૫ માણસો દ્વારા ૮ ટન જેટલો નિકાલ કરવામાં આવેલ તેમજ ભવનાથ તળેટી વિસ્તાર હાલ પરિક્રમા ચાલુ હોય તેથી ૧૧૨ જેટલા સફાઈ કામદાર મૂકી સફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવેલ.
જેમાં જેસીબી ૧ ટ્રેકટર ૩ અને સૂપડી દ્વારા સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવેલ તેમજ સફાઈ ની જાગૃતિ માટેના બોર્ડ પરિક્રમાના રોડ પર લગાવવામાં આવેલ.
[wptube id="1252022"]





