
ઈન્ટરનેશનલ નેટવર્ક ફોર પ્રિવેન્શન ઑફ એલ્ડર એબ્યુઝ (INPEA)એ ૧૫ જૂન, સને ૨૦૦૬ થી વૃદ્ધ સાથેના દુર્વ્યવહારને નાબૂદ કરવા માટે આ દિવસને વિશ્વ દિવસ તરીકે જાહેર કરેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર હેઠળ માનદ સેવાઓ આપતા સામાજિક કાર્યકર અને પારા લીગલ વોલ્યૂન્ટીયર શ્રી અનિલ કક્કડ અને ખીમજીભાઇ પરમારના સંયુક્ત પ્રયાસો થકી સીનિયર સિટીઝન સાથે થતા દુર્વ્યવહાર બાબતે લોકોને શિક્ષિત કરવાના હેતુથી અને વયસ્ક નાગરિકોમા જાગૃકતા લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે સેક્ટર-૨ ના સરકારી ગાર્ડન ખાતે તારીખ ૧૪-૦૬-૨૦૨૪ના રોજ એક જાહેર કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ .હતો.
મુખ્ય વક્તા શ્રી કક્કડના મત મુજબ વૃદ્ધો સાથે દુર્વ્યવહાર ઘણી પ્રકારના હોય છે. જેમાં પારિવારિક સભ્યો અને અન્ય નાગરિકો દ્વારા શારીરિક, મૌખિક, યૌન, નાણાંકીય અને ઉપેક્ષા કરવી જેવા ગેરવર્તનનો સમાવેશ થાય છે. જે માટે વયસ્ક નાગરિકોએ શારિરીક ક્ષમતા જાળવવાની સાથે સાથે વૈશ્વિક પરિવર્તનના પરિણામે વિક્સિત દેશોમા નવા આર્થિક સુધારાઓ સામે આકાર લેવા પામેલ હાલના પડકારોને પહોંચી વળવા બાબતે પણ સુસજ્જ બનવુ પડશે. લવારપુર સીનિયર સિટીઝન મંડળના શ્રી રમણભાઇ પટેલ અને અન્ય હોદ્દેદારોએ સર્વ સંમતિથી વયસ્ક નાગરિકોની હાલની સમસ્યાઓ અલગ તારવી તેના ઉકેલ માટે પ્રયાસો ચાલુ રાખવા અને આગળ ઉપર જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરવા માટે હજુ વધારે ને વધારે પ્રયાસોની જરૂરિયાત હોવાનુ સ્વિકાર્યુ હતુ. જેથી અવાર નવાર આ બાબતે મીટીંગો કરતા રહેવા અનુરોધ કર્યો હતો. અન્ય PLV શ્રી ખીમજીભાઇ પરમારએ યોગાની પ્રવ્રુતિ ઉપર ભાર મુકી તેનુ મહત્વ પણ સર્વેને સમજાવ્યુ હતુ. સામાજિક કાર્યકર શ્રી શિવાજી ખંડારેએ પોતાની પ્રેરક સેવાઓ આપી લોકોને પ્રોત્સાહિત કરવા મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.