
તા.૧૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૦ હજારની કિંમતનો મોબાઇલ તેમજ ૭૦૦ રૂ. રોકડા પરત કર્યા
રાજયસરકાર દ્વારા જરૂરિયાતવાળી સગર્ભાઓને સારવાર અને તપાસ માટે દવાખાનામાં આવવા-જવા માટે ખિલખિલાટ વાનની સગવડ વિના મૂલ્યે આપવામાં આવે છે. ઘણી વાર સગર્ભાઓ તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ વાનમાં જ ભૂલી જાય છે. જે સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરીને ખિલખિલાટની ટીમ પ્રમાણિકતા અને નૈતિકતાનું નમૂનેદાર ઉદાહરણ પૂરુ પાડે છે.

આજ રોજ ખિલખિલાટ વાનના કેપ્ટન મયંકભાઈ રાઠોડને રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલા રૈયાધાર વિસ્તારમાંથી મંજુલાબેન કિશોરભાઈ જાદવને ચેકઅપ માટે લઇ જવાના હતા. દર્દી તેમનો રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઇલ તેમજ રૂ. ૭૦૦ રોકડા વાનમાં જ ભૂલી ગયા હતા. જેની કેપ્ટન મયંકને જાણ થતાં તરત તેમના પતિ કિશોરભાઈ જાદવને કૉલ કરીને બોલાવ્યા બાદ તેમનો મોબાઇલ તથા રોકડ રકમ પરત આપી દીધા હતા. કેપ્ટન મયંકની ઈમાનદારી બદલ રાજકોટનાં જિલ્લા અધિકારી દર્શિત પટેલ તેમજ કો-ઓર્ડીનેટર રાહુલ રાઠોડે તેમને અભિનંદન પાઠવ્યા હતા.








