વેજલપુર ના ગોધરા વડોદરા હાઇવે ઉપર આઇસર પલ્ટી મારી જતા આઇસર ચાલકનું સારવાર દરમિયાન મોત

તારીખ ૦૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલ સહયોગ હોટલની સામે તારીખ ૩૦/૦૪/૨૦૨૪ ના રોજ ગોધરા વડોદરા હાઇવે ઉપર રમેશચંદ્ર ગૌરીશકર સરપોટા પોતાના કબ્જાના આઇસર ગાડી RJ-25-GA-7065 પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં હોય ત્યારે તે આઇસરનું આગળના ખાલી સાઈડનું ટાયર ફાટતાં આઇસર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આઇસર ડિવાઈડ કુદાવી સામેના લેન ઉપર થી પ્રસાર થતી ટ્રાવેલ્સ MP-44-ZC-9294 ને જોરદાર ટક્કર મારતા પોતાના કબ્જાના આઇસરનો સ્ટેરિંગનો કાબુ ગુમાવી પાછું આઇસર પોતાની લેન ઉપર લાવી આઇસર પલ્ટી મારતા આઇસર માં બેઠેલ એક બીજા વ્યક્તિને તથા સામેની લેન ઉપર થી પ્રસાર થતી ટ્રાવેલ્સના દ્રાઈવર તથા તે ટ્રાવેલ્સમાં બેસેલા બીજા ત્રણ પેસેન્જરોને પણ સામાન્ય ઇજાઓ કરી હતી ત્યારે આઇસરના દ્રાઈવર ને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










