GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વેજલપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો ૩૧ માં પાટોત્સવની શાનદાર ઊજવણી

તારીખ ૨૦/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ મોટી કાછિયાવાડમાં સ્વામિનારાયણ મંદિર ના ૩૧ મા પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે તારીખ ૧૯ ના રોજ સાંજે આઠ થી અગિયાર સુઘી રાસ ગરબા તેમજ તારીખ ૨૦ ના રોજ સવારના પાંચ કલાકે પ્રભાત ફેરી઼ સવારે ૮:૩૦ વાગે ભગવાન સ્વામિનારાયણના અભિષેક ૧૦:૦૦ વાગે સંતોના પ્રવચન અને આર્શીવચન બપોરના ૧૨ કલાકે મહાપ્રસાદ તેમજ સાંજના ચાર કલાકે નગરયાત્રાના મુખ્ય યજમાન કોકીલાબેન પારેખ હતા તેઓના ઘરેથી વાજતે ગાજતે ભગવાન સ્વામિનારાયણ ના ગીતો ગાતા ગાતા નગરયાત્રા આખા ગામમાં ફરી હતી જેમાં યજમાનની ઘેર થી નગરયાત્રા નીકળી ગ્રામ પંચાયત બજાર ત્યારબાદ કાછીયાવાડમાં આવી પરત સ્વામિનારાયણ મંદિરે આવી હતી.

[wptube id="1252022"]









