KALOL(Panchamahal)PANCHMAHAL

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દલુંની વાડી ગોધરા ખાતે સમર કેમ્પ યોજાયો.

તારીખ ૨૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માર્ગદર્શિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમર કેમ્પ યોજવામા આવ્યો હતો.જેમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત , વિજ્ઞાન–એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજી ના જ્ઞાન માં વધારો કરી રહ્યા છે.સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.ઉનાળુ વેકેશન દરમ્યાન પાઠ્યક્રમના બોજથી વિદ્યાર્થીઓને મુકતી મળતી હોય છે.આ સમયનો સદઉપયોગ કરી પ્રેક્ટીકલ જ્ઞાન દ્વારા વિજ્ઞાનને જાણવા સમજવા માટે વિવિધ મોડેલ્સ દ્વારા જ્ઞાન પૂરું પાડવાનો લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત સમર કેમ્પનો હેતુ રહેલ છે.તારીખ ૨૩ -૫ -૨૦૨૩ મંગળવાર સવારે ૮:૦૦ કલાકથી દલુંની વાડી સિવિલ લાઈન્સ રોડ ગોધરા,ખાતે સમર કેમ્પનો પ્રારંભ કરવામાં હતો.આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને ફન વિથ સાયન્સ એન્ડ મેથ્સ,સાયન્સ ફિલ્મ શો,અને હેડ્સ ઓન મોડેલ મેંકિગ જેવી અવનવી પ્રવૃતિઓ કરાવામાં આવી હતી.સમર કેમ્પના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજ્ઞાનના અવનવા મોડલ્સ બનાવીને મઝા માણી હતી. સમર કેમ્પમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ના કાર્યકારી પ્રમુખ તથા ગાયનેકોલોજીસ્ટ ડૉ.સુજાત વલી, તજજ્ઞ જગદીશભાઈ સુથાર, લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના મેનેજર અવિનાશ મિસ્ત્રી , કો-ઓર્ડીનેટર બ્રીઝ જાદવ ,પૃથ્વીરાજ ગોહિલ,વૈશાલી બારીઆ દ્વારા હેન્ડ્સ ઓન એક્ટીવીટી કરાવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજનમાં સાયન્સ કોમ્યુનીકેટર હરમીત પટેલનો સંકલન કરવામાં બહોળો પ્રયાસ રહ્યો હતો તથા સમગ્ર લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો સહયોગ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે આગમી ૩ દિવસોમાં વિજ્ઞાનની અવનવી પ્રવુંતિઓ અને પચામૃત ડેરીની શેર કરાવવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button