
તા.૧૭.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આજે મંગળવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે વ્યાજ ખોરો ની નાબુદી ઝુંબેશ અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા લોક દરબાર હાલોલ પોલીસ મથકના પી.આઈ કે.એ. ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નગરના લોકો સહિત વ્યાજખોરોથી પીડાતા ઈસમો પણ ઉપસ્થિત રહ્યા હતા.યોજાયેલ વ્યાજખોરી અભિયાન લોક દરબારમાં પોલીસ દ્વારા તેની પૂરી માહિતી વિસ્તારપૂર્વક લોકોને સમજાવવામાં આવી હતી. પાંચ દિવસ પહેલા હાલોલ પોલીસ મથકે વ્યાજ ખોરો બાબતે નોંધાયેલી ફરિયાદ અંગે પણ ઉપસ્થિત સૌને સમજ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકો દ્વારા કોઈ રજૂઆત હોય તો જણાવવા બાબતે કહેતા ઉપસ્થિત લોકો પૈકી નો એક આસિફ પઠાણ નામના વ્યક્તિ વ્યાજ ખોરીનો ભોગ બન્યો હોવાનું જણાવ્યું હતું.તેને સોનુ સિંધી નામ નાં ઇસમ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેને અમુક રૂપિયા આપ્યા બાદ ફરી પૈસાની જરૂર પડેલી ત્યારબાદ ટોટલ હિસાબ કરી રૂપિયા એક લાખનું વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં તેઓ પૈસાને ઉઘરાણી માટે વારંવાર ફોન કરતો અને ઘરે આવીને બેસી જતો હતો જેથી આજે આ બાબતે લોક દરબારમાં રજૂઆત કરી હતી.પરંતુ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ ભોગ બનનારે નોંધાવેલ નથી તેવી પણ જાણકારી મળવા પામી છે.