HALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૬.૯.૨૦૨૩

તા-06/09/2023 ને બુધવારના રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ માં “જન્માષ્ટમી” નિમિતે “કૃષ્ણ જન્મોત્સવ”તથા”મટકી ફોડ” કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો-kg થી 8 ના બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમાં શરૂઆતમાં kg વિભાગ ના કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી જેમાં શરૂઆતમાં kg વિભાગ ના નાના-નાના ભૂલકાઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ તેમજ મટકી ફોડ કરવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્ય અતિથિ માં શાળા મંડળ સરેક્રેટરી સમીરભાઈ શાહ તેમજ સભ્ય મુકુંદભાઈ દેસાઈ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.ત્યાર બાદ ધો-1 થી 8 ના બાળકો દ્વારા કૃષ્ણ-જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ-લીલા ના વિભિન્ન અલગ-અલગ સંગીત પર નૃત્ય કરવામાં આવ્યા તેમજ નાટક રજુ કરવામાં આવ્યા આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માં હાલોલ BRC ધર્મેન્દ્રભાઈ ખાંટ તેમજ હાલોલ CRC બાલકૃષ્ણભાઈ પટેલ પોતાની હાજરી આપી શરૂઆત માં આ મહેમાન દ્વારા દીપ-પ્રાગટ્ય કરી અને નાના-નાના કાન્હા અને રાધાને પારણામાં બેસાડી તેમને દહીં-સાકર ખવડાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો .આમ આ કાર્યક્રમ ના અંતમાં શાળાના બાળકો દ્વારા હર્ષોલ્લાસ સાથે મટકી-ફોડ ની ઉજવણી કરવામાં આવી સાથે શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા કાર્યક્રમ ના અંતમાં શાળા દરેક બાળકો ને ગરબા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.અને ત્યારબાદ આચાર્ય એ દરેક બાળકો અને શિક્ષકોને જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ દરેક શિક્ષક ને અભિનંદન પાઠવ્યા હતા.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button