KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ગોધરા કાંડ બાદ ના ૨૧ વર્ષો જુના લઘુમતી કોમના ૧૭ ઈસમોના હત્યા પ્રકરણમાં ૮ મૃતકો સમેત ૨૨ આરોપીઓનો નિર્દોષ છુટકારો.

તારીખ ૨૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગોધરા કાંડના જઘન્ય કૃત્યના ઉગ્ર પ્રત્યાઘાતોમાં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં બહુચર્ચિત એવા કાલોલના ગોમા નદીના પટમાં ૧૭ જેટલા લઘુમતી કોમના ઇસમોને મોતને ઘાટ ઉતારવાના ગુન્હામાં હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોની સુનાવણીના અંતે ૨૧ વર્ષો બાદ આજરોજ હાલોલના ૪થા એડિશનલ સેશન્સ જજશ્રી હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ આ ચકચાર ભર્યા ગુન્હામાં ૮ મૃતકો સાથે ૨૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.૨૭’ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચ ઉપર કરાયેલા જીવલેણ હુમલાના આ ગોધરા કાંડના જઘન્ય કૃત્યમાં અયોધ્યા થી પરત આવી રહેલા ૫૯ કાર સેવકો જીવતા ભડથું થઈ ગયા હતા. ગોધરા કાંડની આ ઘટના સામે ના ઉગ્ર પ્રત્યાઘાતોના કોમી રમખાણોમાં તત્કાલીન સમયે ગુજરાત ભડકે બળ્યું હતું.એમાં કાલોલના બહુચર્ચિત એવા ગોમા નદીના પટ માંથી જીવ બચાવવા માટે ભાંગેલા ૧૭ જેટલા લઘુમતી કોમના પુરુષો, મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં કાલોલ પોલીસ તંત્રએ ગુન્હો નોંધીને ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી.હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરાવામાં આવેલ કાયદાકીય દલીલોમાં અદાલત સમક્ષ ૮૪ મૌખિક પુરાવાઓ અને ૧૭૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય દલીલોની સુનાવણીઓના અંતે ૨૧ વર્ષો બાદ હાલોલના ૪થા એડિશનલ સેશન્સ જજશ્રી હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ ૮ મૃતકો સમેત ૨૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ ફરમાવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય રહે કે આરોપીઓ તરફે ગોધરાના સિનિયર એડવોકેટ ગોપાલસિંહ સોલંકી અને વિજય પાઠકે કાયદાકીય દલીલો કરી હતી.

નિર્દોષ જાહેર થયેલા આરોપીઓની યાદી.(૧) મુકેશ ભાઈ રાઠોડ, (૨)જોગાભાઇ લુહાર (મરણ),(૩)બુધાભાઈ કેશરીસિંહ રાઠોડ (મરણ),(૪)ઝાલા તલાટી (મરણ), (૫)અશોકભાઈ સી પટેલ, (૬)દિલીપભાઈ ભટ્ટ,(૭) નીરવકુમાર જી પટેલ,(૮) અક્ષય શાહ,(૯)પ્રદીપભાઈ ગોહિલ (મરણ),(૧૦) દિલીપભાઈ ગોહિલ, (૧૧) કિરીટભાઈ જોશી, (૧૨) જીતેન્દ્રભાઈ શાહ (મરણ),(૧૩) કિલ્લોભાઈ જાની,(૧૪) નસીબદાર બી રાઠોડ,(૧૫) અલ્કેશ મુખયાજી, (૧૬) એસ.કુમાર (મરણ), (૧૭) પ્રકાશભાઈ શાહ (મરણ),(૧૮) નરેન્દ્રભાઈ કાછીયા, (૧૯) જેણાભાઇ રાઠોડ, (૨૦) સુરેશભાઈ પટેલ, (૨૧)યોગેશભાઈ પટેલ, (૨૨)ડાહ્યાભાઈ પટેલ (મરણ),

[wptube id="1252022"]
Back to top button