KUTCHMANDAVI

બિદડા મહેશ્વરી સમાજ દ્વારા બારામતી પંથના આદ્યસ્થાપક ઈષ્ટ દેવ પુજ્ય શ્રી ધણીમાતંગ દેવની ૧૨૭૦મી જન્મ જયંતિ ધામ ધુમ થી ઉજવવામાં આવી.

૯-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં મહેશ્વરી સમાજ દ્વારા બારમતીપંથનાં આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમપૂજ્ય ધણીમાતંગ દેવ ની-૧૨૭૦મી જન્મ જયંતીનાં પાવન અવસર નિમિત્તે બિદડા ગામમાં બિદડા શહેરમાં ડી.જે,ઢોલ-નગારાં સાથે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.આ શોભાયાત્રાનું આ આયોજન આજે સવારના નવ વાગ્યે કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા મફતનગર વિસ્તારમાં થઇ બિદડા ગામના મેન ચોકમાં પાસે પહોંચી ત્યારે અહીં આ શોભાયાત્રામાં હાજર માઘસ્નાન વ્રત્તધારીઓ અને ધર્મગુરુઓ નુ સાલ ઓઢાડી ને સન્માન જીતેન્દ્રગીરી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા માં ફૂલો ઉડાવી ને સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ શોભાયાત્રાનું બિદડા સમસ્ત મહેશ્વરી સમાજ,દ્વારા મેન માર્ગમાં વિવિધ સ્થળે લોકોને અભિવાદન કર્યું હતું.ધામ ધુમ થી શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં પુજ્ય શ્રી.ધણીમાતંગ દેવના આરાધ્ય જ્ઞાન અને ધાર્મિક ગીતો વગાડવામાં આવ્યા હતા.શોભાયાત્રા ની પુર્ણાહુતી કરીને સમાજમાં રિત રિવાજ મુજબ બારમતી ધર્મ પંથ ની પુજા કરવામાં આવી હતી.આ શોભાયાત્રામાં માઘસ્નાન વ્રતધારીઓ તેમજ ધર્મગુરુ, ધનજીભાઈ માતંગ, હરીભાઈ માતંગ,માલશીભાઈ માતંગ,કલ્પેશ માતંગ,પંકજ ગરવા,રાયશી માતંગ,દીનેશ માતંગ,ભાવેશ માતંગ,ચાપશી માતંગ,અને મહેશ્વરી સમાજના લોકો એ ધામ ધુમ થી શ્રી ધણીમાતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિલેશ મહેશ્વરી,બિદડા મહેશ્વરી સમાજના અગ્રણી જેન્તી ડોરૂ, રવજીભાઈ વિંઝોડા,નાનજી વિંઝોડા,સામજી વિંઝોડા,ઉમરશી ચંદે,ભાણજી ધેડા,ભાણજી હાજાભાઈ, રમેશ પાયણ,જખરાજ ધેડા,ભાવેશ બુચીયા,કરશન વિંઝોડા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ સંઘાર,આશમલ ડોરૂ,પપુ ધેડા, ભીમજીભાઈ વિંઝોડા,દિપક દાફડા,મુકેશ સિચણીયા, દેવજીભાઈ સિચણીયા, તેમજ મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો, બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા માં તનમન થી સહયોગ જોવા મળ્યો હતો.અને આ શોભાયાત્રામાં શાન્તિ પુર્વક નિકળી હતી.કોડાય પોલીસ સ્ટાફનું પણ બંદોબસ્ત નુ સારું એવું સહયોગ રહ્યું હતું.બિદડા મહેશ્વરી સમાજ તરફથી બિદડા ગામના તમામ જ્ઞાતિ જનોને મહેશ્વરી સમાજ વતી દીલથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button