
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
નવસારી જિલ્લામાં આજે મંગળવારે 04 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં નવસારીમાં 01 ગણદેવીમાં 02 કેસ નોંધાયા જ્યારે 3 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી.
નવસારી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી આજે 421 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 03 દર્દીઓના સેમ્પલ કોરોના પોઝીટીવ નોંધાયા છે, જેમાં ગણદેવી તાલુકામાં 2 કેસ નોંધાયા જેમાં મોટી વાઘરેસ બીલીમોરા ગામે રહેતી 60 વર્ષીય વૃધ્ધા અને તલોધ ગામે રહેતા 66 વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો જ્યારે નવસારી તાલુકાના સીટી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય મહિલા નું પોઝિટિવ રિપોર્ટ સામે આવતા જિલ્લામાં નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા,જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવતા જિલ્લાનો એક્ટિવ આંક 11 થયો.
[wptube id="1252022"]



