યુથ હોસ્ટેલ્સ વીકની ઉજવણીના ભાગરૂપે પાલનપુર યુનિટ દ્વારા ટેટોડા હાઈસ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યુથ હોસ્ટેલ્સ વીકની ઉજવણીના ભાગરૂપે પાલનપુર યુનિટ દ્વારા તારીખ 23 ઓગસ્ટ 23 ના રોજ માતૃકૃપા ચંચળબા હાયર સેકન્ડરી સ્કૂલ , ટેટોડા ખાતે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં બે વિષય રાખવા માં આવેલ : (૧) વૃક્ષો અને આપણે(૨) પર્યાવરણ ની જાળવણીમાં આપણી ભૂમિકાજેમાં આશરે 43 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધેલ,જેમાંથી અનુક્રમે ૧,૨,૩ નંબર ના વિજેતા વિદ્યાર્થીઓ ને ભેટ અને સર્ટિફિકેટ આપી ને સન્માન કરવા માં આવેલ અને ભાગ લેનાર દરેક ને સર્ટિફિકેટ આપી ને પ્રોત્સાહિત કરવા માં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યુનિટના ઉપપ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ શ્રીમાળી એ શાળા ના શિક્ષકો નો સહયોગ લઈ ને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખૂબ જેહમત ઉઠાવી ને સફળતા પૂર્વક પૂર્ણ કરેલ,તેઓ ને ખૂબ ખૂબ અભિનંદન.









