Palanpur:ડીસાના પ્રગતિ અભિવાદન ગુપ દ્રારા 108 કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું

27 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
108 ની સેવાઓ માટે ગુજરાત સરકારને અભિનંદન ગુજરાત સરકાર ના આરોગ્ય ખાતા દ્વારા અને ગ્રીન હેલ્થ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે 108 ની સેવાઓ માજી મુખ્યમંત્રી શ્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન નીચે ચાલુ થઈ હતી તેનું સફળ પરિણામ અત્યારે સમગ્ર ગુજરાતની પ્રજા નરી આંખે દેખી રહી છે આવા સેવાના સફળ ભગીરથ પ્રયાસ ને આજે 108 ની સેવા 15 વર્ષ પૂર્ણ કરી 16 માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આજરોજ ડીસા શહેર પ્રગતિ અભિવાદન ગ્રુપ સંસ્થા દ્વારા ડીસા સિવિલ ખાતે ડીસા તાલુકા 108 ની સેવાના કર્મીઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં દરેક કર્મીઓને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ડીસા 108 ના સેવાના ઇન્ચાર્જ કમલેશભાઈ પુરોહિત એ નીચે મુજબ માહિતી આપેલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 30 એમ્બ્યુલન્સ અત્યારે કાર્યરત છે 15 વર્ષના રેકોર્ડ ની અંદર 108 સેવા એ ₹4,93,590 કોલ રીસીવ કર્યા છે અને વધુને વધુ માનવ જિંદગીને બચાવી છે ત્યારે આ સન્માન્ય કાર્યને ગ્રુપના પ્રમુખ લલીત બી દોશી તથા મંત્રી શ્રી રાજુભાઈ ઠક્કર નરેશભાઈ શેઠ દેવેન્દ્ર રાજપૂત પ્રકાશભાઈ ઠક્કર વગેરે 108 ની સેવા ને બિરદાવી રદાવી ગુજરાત સરકારને અને આપણા અત્યારના લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર વી પટેલ અને ઉત્સાહી આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશભાઇ પટેલને લાખ લાખ અભિનંદન સાથે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવેલ છે.આ અંગે વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.










