
૪-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ભુજ તાલુકાના વરલી ગામ પાબુદાદાના મંદીરની આગળ આવેલ ચોકમા લીમડાના ઝાડ નિચે અમુક માણસો લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા છે જે મળેલ બાતમી હકિકત આધારે તુરતજ બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ઝડપાયેલા આરોપીઓ :-(૧) મગનભાઇ સામતભાઇ મહેશ્વરી (ઉ.વ ૭૦)રહે વરલી તા-ભુજ,(૨) મંગાભાઇ ખિમાભાઇ બરાડીયા(ઉ.વ.૩૪) રહે વરલી તા-ભુજ,(૩) અલ્પેશગીરી મહાદેવગીરી ગોસ્વામી(ઉ.વ.૩૭)રહે.વરલી તા.ભુજ,(૪) શંકરભાઇ ગોવીંદભાઇ બરારીયા(ઉ.વ.૩૦) રહે વરલી તા-ભુજ (૫) ગુમાનસિંહ મહોબ્બતસિંહ વાઘેલા(ઉ.વ.૩૨) રહે વરલી તા-ભુજ (૬) ઇશાકભાઇ અબ્દુલભાઇ સાંધાણી(ઉ.વ. ૩૦) રહે હાલે રહે વરલી તા-ભુજ મુળ રહે માંડવી, આ આરોપીઓ પાસેથી ઝડપી પાડેલાં મુદ્દામાલ ,(૧) રોકડા રૂપીયા – ૧૬,૭૦૦/-,(૨) મોબાઈલ નં. ૦૪ કિ. ૨૦,૦૦૦/-,(૩) મો.સા નં-૦૨ કિ.રૂ.૩૦,૦૦૦/-,(૪) ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા.૦૦/- એમ કુલ કિ. રૂ. ૬૬,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ને તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.










