GUJARATNAVSARI

મિશન મંગલમ યોજનાથી અમારા જલારામ સખી મંડળને રૂ.૧.૧૫ લાખની લોન મળતા ગૃહ ઉધોગ શરૂ કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ધામધુમા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ યાત્રા દરમિયાન સરકારની મિશન મંગલમ યોજનાના લાભાર્થી કાજલબેન દેશમુખે જણાવ્યું કે, મારા સખી મંડળનું નામ જય જલારામ સખી મંડળ છે. જેમાં અમારા ગામની ૧૦ બહેનો સભ્યો છે. મિશન મંગલમ યોજના તરફથી અમારા મંડળને રૂ.૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ અને રૂપિયા એક લાખની કેશ ક્રેડિટ લોન મળી હતી. જેના થકી બહેનોએ મળીને ઘરની જરૂરિયાત વસ્તુઓના  બનાવટનો ગૃહ ઉધોગ શરૂ કર્યો હતો. સરસ મેળા તથા સરકારશ્રી દ્વારા અલગ અલગ પ્લેટફોર્મ પર વેચાણ કરી આજીવિકા મેળવીએ છીએ. જેના થકી મહિલાઓ પરિવારને મદદરૂપ પણ થઈ રહી છે અને આત્મનિર્ભર પણ બની રહી છે. જે બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનુ છું.

[wptube id="1252022"]
Back to top button