GUJARATKHERGAMNAVSARI

ડો.નિરવભાઈ પટેલ ને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. :ધારા સભ્ય અનંત પટેલ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ પાણીખડક ખાતે હક અને અધિકારની માંગણી માટે જે ડો. નિરવભાઈ ભુલાભાઈ પટેલ સહકાર માં ગયા હતા એના પર ખોટી રીતે બદનામ કરવાના કાવતરા વિરૂદ્ધ તાલુકા મેજિ્સ્ટ્રીટ ને રજુઆત કરવામાં આવી ડો. નિરવભાઈ ભુલાભાઈ પટેલ નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છે. તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ જનરલ સર્જન છે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન,વલસાડના પ્રમુખ છે તેમજ ખેરગામ ખાતેની છાયડો હોસ્પિટલમાં સંચાલક છે. તેઓ ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, નિરાધાર ત્યકતાઓને સહાય, પૂરગ્રસ્તોને સહાય જેવા અનેક સમાજ સેવાના કાર્યો કરતા આવ્યા છે. સમગ્ર આદિવાસી વિસ્તારમાં સમરસતા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આવી પ્રવૃત્તિઓ કરતા આ તબીબ કે જેમના શિરે કોઈપણ ગંભીર દર્દીને અંતિમ તબક્કે બચાવવાની નૈતિક જવાબદારી હોય છે અને નિભાવે પણ છે. આદિવાસી સમાજના આ પ્રતિષ્ઠિત ડોક્ટર કોઈપણ વ્યક્તિને આપઘાત માટે દુષ્લેરણા આપે એ પ્રકારનું કૃત્ય કરે એ કોઈપણ રીતે માની શકાય એમ નથી. આ તબીબ ઉપર સદર એફઆઇઆર માત્ર અને માત્ર બદનામ કરવા માટે જ કરવામાં આવી હોવાનું જણાય છે.

[wptube id="1252022"]
Back to top button