અંબાજી ના કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પોલીસ વડા ની હાજરી માં લોક દરબારનું આયોજન

30 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અબાજી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસ સતત કાર્યશીલ હોય છે બનાસકાંઠા જિલ્લા પોલીસ સાથે અંબાજી પોલીસ સ્ટાફની સુંદર કામગીરી અવારનવાર જોવા મળતી હોય છે જ્યારે અંબાજી આજુબાજુના અનેક નાના-મોટા ગામોમાં પણ પોલીસ સરાહનીય કામગીરી જોવા મળતી હોય છે જ્યારે અંબાજી થી એક કિલોમીટર દૂર કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબાર કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, અક્ષયરાજ મકવાણા ડીવાયએસપી જીગ્નેશ ગામીત અને અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરજીઆર રબારી હાજર રહ્યા હતા અને તેમની હાજરી માં ગામ લોકો ની માહિતી ની આપલે કરવા માં આવી હતી સાથે જ ઉપસ્થિત લોકો દ્વારા કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ના કોટેશ્વર અને ચીખલા વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે અને તેને લઈને પ્રાથમિક સુવિધા લાઈટની મળતી નથી જે રજૂઆત જીલ્લા પોલીસ વડા ને કરવામાં આવી હતી જે બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ પણ તેમની રજૂઆતો સાંભળી અને સત્વરે પ્રશ્નો નો નિકાલ આવે તેવા પ્રયાસો કરવા ખાતરી આપી હતી કાર્યક્રમની શરૂઆત પહેલા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નું ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ ડુંગાઈશા એ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.










