
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ તેમજ ભરૂચ વહિવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે મારી માટી મારો દેશ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ સવાર ના ૧૧ કલાકે સ્વરાજ ભવન ગાંધી સ્મારક, જંબુસર ખાતે કરવામાં આવેલ છે. જેમાં રોકર્સ ડાન્સ એકેડેમી દ્વારા G-20 થીમ તેમજ દેશભક્તિ ફ્યુઝન ડાન્સ અને લોકકલાકાર ભગવાનભાઈ વાઘેલા દ્વારા દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. જે કાર્યક્રમ નિહાળવા જાહેર જનતાને ભાવભર્યુ નિમંત્રણ છે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ની યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





