BANASKANTHAGUJARATTHARAD

આનંદનગર પ્રા.શાળા થરાદ-3માં ટીબી નિર્મૂલન જાગૃતતા વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

31 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ તારીખ ૩૧/૮/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં જિલ્લા હેલ્થ સોસાયટી ટીબી પ્રોગ્રામ બનાસકાંઠા –ટી. યુ. થરાદ દ્વારા ” ટીબી હારશે દેશ જીતશે ”પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . જેમાં કુલ ૨૪ બાળકોએ ભાગ લીધો. પ્રથમ ક્રમે બ્રાહ્મણ તૃપતી વિક્રમભાઈને સ્કૂલ બેગ, દ્વિતીય ક્રમે નાઈ ધરતી ભૂરાભાઈને પાણીની વોટરબેગ અને તૃતીય ક્રમે બારોટ શૌર્ય અરવિંદભાઇ આવેલ જેમને ટીફીન આયોજકો દ્વારા આપવામાં આવેલ અને બાકી તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઈનામ તરીકે બોલપેન ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે ટી.એચ.ઑ.શ્રી ડો. હરેશ જેપાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે આરોગ્ય વિભાગમાથી પ્રેમસિંગ વાઘેલા તથા પૂજાબેન બારોટ ઉપસ્થિત રહી બાળકોને બિરદાવવા ઉપરાંત ટી.બી.અને આરોગ્ય વિષયક માહિતી પણ આપવામાં આવી હતી. શાળામાં સુંદર મજાનો કાર્યક્રમ કરવા બદલ અને બાળકોને ઉપયોગી માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્ય શ્રી એમ.કે.મણવરે આયોજકોનું સ્વાગત તથા સન્માન કરી આ કાર્યક્રમ માટે શાળાને પસંદ કરવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button