સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ ડેપો પરથી હોળી ધુળેટીનાં પર્વને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસોની સુવિધા
પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જવા ઓનલાઇન બુકિંગ કરી શકાશે.

તા.22/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જવા ઓનલાઇન બુકિંગ કરી શકાશે.
હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર સહિતનાં જિલ્લાઓમાં હોળીનાં તહેવારનું સવિશેષ મહત્વ હોવાથી મૂળ વતનીઓ હોળીનાં દિવસોમાં પોતાનાં ગામ શહેર જતા હોય છે જે બાબતને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.૨૩ માર્ચ સુધી જિલ્લાનાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી તથા ચોટીલા ડેપો ખાતેથી પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર જનારા મુસાફરો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે આ તમામ બસ સર્વિસોને ઓનલાઈન બુકિંગમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો મુસાફરો લાભ લઈ શકશે તેમ વિભાગીય નિયામક, એસ.ટી. રાજકોટની એક અખબારી યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે તા.16 માર્ચથી આ જિલ્લાઓમાં જવા માટે વધારાની બસોની સુવિધા મૂકવામાં આવી છે.