યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ગણતરીના કલાકો પહેલા ચાલી રહેલું સમારકામ,યાત્રાળુઓને હાલાકી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૪.૨૦૨૪
ચૈત્રી નવરાત્રીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે નવરાત્રી શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે.ત્યારે પાવાગઢ ડુંગર પર માચી થી ડુંગર પર ચાલતા જવાના રસ્તા પર પગથિયાનું રીપેરીંગ કામ થતું જોવા મળી રહ્યું છે.જેના કારણે રવિવારના રોજ હજારોની સંખ્યામાં આવેલા માઇ ભક્તો માટે આ માર્ગ અડધો બંધ કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.આદ્યશક્તિના આરાધના ના પર્વ એવા ચૈત્રી નવરાત્રી ને શરૂ થવામાં ગણતરી ના કલાકો બાકી છે.ત્યારે તંત્ર સફાળું જાગી ચૈત્રી નવરાત્રી શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે માચી થી ઉપર જવાના રસ્તે રણછોડરાય મંદિરની નજીકના ભાગે આવેલા પગથિયા નું સમારકામ હાથ ધર્યું છે. યાત્રાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે તંત્રને આ તૂટેલા પગથિયાઓ નવરાત્રી અગાઉ જ જોવા મળ્યા ? તેમજ નવરાત્રીના ગણતરીના કલાકો પહેલા આ પગથિયાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે.તો શું આ પગથિયાના સમારકામની કામગીરી નવરાત્રી પહેલા પૂર્ણ થશે કે કેમ નહીં તો યાત્રિકોને જોખમી રીતે ડુંગર પર જવાની યાત્રા કરવાની ફરજ પડશે તેમ જણાઈ આવે છે. પાવાગઢ શક્તિપીઠ હોવાના કારણે ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી માં માતાજીના ભક્તો લાખોની સંખ્યામાં માતાજીના ચરણોમાં શીશ નમાવવા ઉમટી પડતા હોય છે. આ અંગે ની જાણકારી તંત્રને હોવા છતાં નવરાત્રી શરૂ થવાના છેલ્લા સમયમાં પગથિયાના સમારકામની કામગીરી ચાલુ જોવા મળતા નવરાત્રિને લઈને તંત્રની તૈયારીઓ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.